પ્રતિબદ્ધ દલિત સાહિત્યકાર તરીકે શેખી મારનાર ગુજરાત દલિત સાહિત્ય અકાદમીના મંગલમ, ગઠવી એન્ડ શ્રીમાળી કંપની લાળ ટપકાવતી દંભીઓની ગેંગ છે એ ઉઘાડું પડી ગયું. જેવી આ દંભીઓની ગેંગને ખબર પડી કે ગુજરાતની બીજેપી સરકારે ડો. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતી ની ઉજવણી માટે 125 કરોડ રૂપિયા ફાળવ્યા છે એ ભેળા જ એમણે ભગવો ઝબ્બો પહેરી લીધો. દંભીઓની ગેંગે 125 કરોડમાંથી જેટલા ખંખેરાય એ ખંખેરવા માટે ફટાફટ દલિત સાહિત્યના કાર્યક્રમોનું આયોજન કરી નાખ્યું અને એ કાર્યક્રમો પોતાને જ કરવા મળે એ માટે આરએસએસ અને બીજેપીના નેતાઓના તળિયા ચાટી લીધા. હવે કાર્યક્રમોના નામે લાખો રૂપિયા ભેગા કરી રહ્યા છે. ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ વટાવી ખાતા આ લોકોએ કોઈ જ દલિત સાહિત્યનુ ભલું કર્યું નથી. કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે એના અને હવે બીજેપી - આરએસએસના ગીત ગાય છે. મંગલમ તો આજે પણ કોંગ્રેસના નેતાઓની સંસ્થા ગુજરાત વણકર સમાજના પગારદાર છે. ગુજરાત દલિત સાહિત્ય અકાદમીની દાદાગીરી, જોહુકમી અને આંબેડકરનું વટાવી ખાતી આ ગેંગના ત્રાસથી સાચા દલિત સાહિત્યકારોએ અલગ થઈને ગુજરાત દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન બનાવવું પડ્યું. બીજેપી સરકારે થોડા દિવસ પહેલા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે શાળાઓમાં ક્વિસ માટે નાની ચોપડી તૈયાર કરાવેલી એમાં મંગલમ, ગઠવી એન્ડ શ્રીમાળી કંપનીએ ડો. આંબેડકરની કહેવાતી બાવીસ પ્રતિજ્ઞા ઘુસાડી ડો. આંબેડકરના નામને આ લોકોએ કલંક લગાડ્યું અને સરકારને શરમમાં મૂકી દીધેલી. ડો. આંબેડકર અને દલિત સાહિત્યની ગન્દીસેવા કરતી આવી દંભીઓની ગેંગને ગુજરાતના દલિતોએ ઓળખવી જોઈએ.
-- ગુજરાત દલિત લીટરેચર ફાઉન્ડેશન, ગુજરાત
No comments:
Post a Comment