Monday, February 8, 2016

ગુજરાત નો વાસ્તવિક ઈતિહાસ : ------

👉🏿પાટીદારો ની વસ્તી: - 12 %
પાટીદારો ના મસીહા :- સરદાર વલ્લભભાઈ પટેલ 
પાટીદાર સમાજે આપેલા મુખ્યમંત્રી કુલ. :- 3 

👉🏿 આદીવાસી ની વસ્તી:-14%
આદિવાસી ના મસિહા :- અમરસિંહ ચૌધરી 
સમાજે આપેલ કુલ મુખ્યમંત્રી :- 1
👉🏿 રાજપૂત ની વસ્તી :- 0.38% 
રાજપૂત ના મસિહા :- શંકરસિહ વાઘેલા  શક્તિસિંહ ગોહીલ 
સમાજે આપેલ મુખ્યમંત્રી :- 2
👉🏿 ઓબીસી વસ્તી:- 38% 
ઓબીસી ના મસિહા :- માધવસિંહ સોલંકી  ભરતસિંહ સોલંકી 
સમાજે આપેલ મુખ્યમંત્રી :- 2
👉🏿 વાણિયા ઓ ની વસ્તી :- 1%
સમાજે આપેલ મુખ્યમંત્રી :- 3
👉🏿દલિતો ની વસ્તી :- 9%
દલીતો ના મસિહા :- ?????
દલિતો એ આપેલ મુખ્યમંત્રી :-  ???????

હવે બીજા કેટલાક રાજ્યો ની વાત કરીએ. 
બિહાર-
આજ સુધી 3 દલીત મુખ્યમંત્રી રહી ચુક્યા છે । રામવિલાસ પાસવાન, બાબુ જગજીવન રામ; જીતેનરામ માંઝી.

યુપી- 
માયાવતી.

મહારાષ્ટ્ર -
સુશીલકુમાર શીંદે.

આ ઉપરાંત ભારત ના બીજા ઘણા રાજ્યો માં દલીતો મુખ્યમંત્રી તરીકે રહી ચુક્યા છે ।

હવે ગુજરાત ના દલીત સમાજ ના બુધ્ધીજીવીયો એ  વિચારવા નુ છે કે આટલા મોટા વગૅ નુ બૅકિંગ હોવા છતાં કેમ કોઈ નેતા સમાજ ના મસીહા તરીકે ઊભરી ના આવ્યા . ગુજરાતના બાકી બીજા  સમાજ ના નેતા ઓ પોતાના અંગત સ્વાર્થ ને બાજુ પર મુકીને પોતાના સમાજ ની સાચી સેવા કરી શક્યા તો દલીત નેતાઓ કેમ ના કરી શક્યા ???  શુ માત્ર ગુજરાતમાં જ દલીત નેતાઓ પૂનાપેક્ટ નેતા બની ને રહી ગયા ??  શુ ગુજરાત ના દલીતો માં સમાજ ભાવના ના ડીએનએ મરી ચુક્યા છે ??? ગુજરાત ના દલીતો માં મુખ્યમંત્રી ના પદ સુધી પહોચવા ની ક્ષમતા નથી ???  

ગુજરાત માં દલીતો એ આત્મમંથન કરવા ની જરૂર છે . માયાવતી જેવી કુનેહ અને કાંશીરામ  જેવો સમાજપ્રેમ તેમજ આંબેડકર જેવી પ્રતિભા ધરાવતા યુવાન નેતાઓ એ હવે જાહેર માં આવવાની જરૂર છે । 

બસ હવે બહુ થયો અન્યાય!!!  બસ હવે ગુજરાત નો દલીત સમાજ સક્ષમ નેતૃત્વને ઝંખી રહ્યો છે .
એક એવા નેતૃત્વ ને જે જાહેર માં આૅબેડકરવાદ ને આગળ લઈ જાય અને ભર સભા માં મનુવાદ નાં નગ્નનાચ ને ખુલ્લો પાડવા ની હિંમત ધરાવતુ હોય.

Thursday, February 4, 2016

પ્રતિબદ્ધ દલિત સાહિત્યકાર તરીકે શેખી મારનાર

પ્રતિબદ્ધ દલિત સાહિત્યકાર તરીકે શેખી મારનાર ગુજરાત દલિત સાહિત્ય અકાદમીના મંગલમ, ગઠવી એન્ડ શ્રીમાળી કંપની લાળ ટપકાવતી દંભીઓની  ગેંગ છે એ ઉઘાડું પડી ગયું. જેવી આ દંભીઓની  ગેંગને ખબર પડી કે ગુજરાતની બીજેપી સરકારે ડો. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતી ની ઉજવણી માટે 125 કરોડ રૂપિયા ફાળવ્યા છે એ ભેળા જ એમણે ભગવો ઝબ્બો પહેરી લીધો. દંભીઓની  ગેંગે 125 કરોડમાંથી જેટલા ખંખેરાય એ ખંખેરવા માટે ફટાફટ દલિત સાહિત્યના કાર્યક્રમોનું આયોજન કરી નાખ્યું અને  એ કાર્યક્રમો પોતાને જ કરવા મળે એ માટે આરએસએસ અને બીજેપીના નેતાઓના તળિયા ચાટી લીધા. હવે  કાર્યક્રમોના નામે લાખો  રૂપિયા ભેગા કરી રહ્યા  છે. ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ વટાવી ખાતા આ લોકોએ કોઈ જ દલિત સાહિત્યનુ ભલું કર્યું નથી. કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે એના અને હવે બીજેપી - આરએસએસના ગીત ગાય છે. મંગલમ તો આજે પણ કોંગ્રેસના નેતાઓની સંસ્થા ગુજરાત વણકર સમાજના પગારદાર છે. ગુજરાત દલિત સાહિત્ય અકાદમીની   દાદાગીરી, જોહુકમી અને આંબેડકરનું વટાવી ખાતી આ ગેંગના ત્રાસથી  સાચા દલિત સાહિત્યકારોએ અલગ થઈને ગુજરાત દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન બનાવવું પડ્યું. બીજેપી સરકારે થોડા દિવસ પહેલા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે શાળાઓમાં ક્વિસ માટે નાની ચોપડી તૈયાર કરાવેલી એમાં મંગલમ, ગઠવી એન્ડ શ્રીમાળી કંપનીએ ડો. આંબેડકરની કહેવાતી બાવીસ પ્રતિજ્ઞા ઘુસાડી ડો. આંબેડકરના નામને આ લોકોએ કલંક  લગાડ્યું અને સરકારને શરમમાં મૂકી દીધેલી. ડો. આંબેડકર અને દલિત સાહિત્યની ગન્દીસેવા કરતી આવી દંભીઓની  ગેંગને ગુજરાતના દલિતોએ ઓળખવી જોઈએ. 
-- ગુજરાત દલિત લીટરેચર ફાઉન્ડેશન, ગુજરાત

સૌ દલિતભાઈઓને જય ભીમ...

- કિશોર મકવાણા
 સૌ દલિતભાઈઓને જય ભીમ...
ડો. બાબાસાહેબને કદાચ સૌથી વધુ પોતાના લોકો જ નડ્યા હતા. જયારે જયારે ડો. બાબાસાહેબને સાથ આપવાની કે સાથે ઊભા રહેવાની વાત આવી ત્યારે ડો. બાબાસાહેબ પણ ઓશિયાળા પુરવાર થયા હતા. આજે તો એનાથી ય પરિસ્થિતિ વધુ બત્ત્તર અને વિકટ છે. દલિત સમાજ પેટા જ્ઞાતિ, સ્ટેટ્સ, વિચારધારા અને સંસ્થાઓમાં ચિંતા ઉપજાવે એ રીતે વિભાજીત થઇ રહ્યો છે. કેટલાક બંધુઓ  એટલી હદે જડ માનસિકતા ધરાવે છે કે પોતાના જ ભાઈની  સમાજ હિતની  અલગદ્રષ્ટિકોણથી કરેલી રજુઆતને પણ સ્વીકારી શકતા નથી.  હાલમાં આપણા યુવાનો ઉજ્જવળ કારકિર્દી લક્ષી બને એવા  પ્રયત્નો થવાના  બદલે આપણા યુવાનોને નકારાત્મક- આક્રોશ તરફ ધકેલવાના પ્રયત્નો વધુ થાય છે. આ એક ખુબ ગંભીર બાબત છે. ક્યારેક લાગે કે આજના સ્પર્ધાના યુગમાં આપણા તેજસ્વી યુવાનોનું ભાવી અંધકારની ગર્તામાં ધકેલવાની આ કોઈ પૂર્વયોજના તો નહીં હોય? અતિ નકારાત્મકતા હંમેશાં હતાશામાં પરિણમે છે, જેના પરિણામો પણ ગંભીર  જ હોય છે. રોહિત વેમુલાની આત્મહત્યા ચર્ચામાં છે ત્યારે તેને લઈને સહેજ અલગ દ્રષ્ટિકોણથી વાત મૂકી છે.  આમાં વાત દલિત વિરોધ કે દલિત તરફેણ કરવાની વાત નથી પણ સમાજમાં ચાલતા અલગ-અલગ પરિબળો જણાવવાનો પ્રયત્ન છે.  અત્યારે સૌને અંદરથી હચમચાવીને જગાડી શકે તેવો આ જ મુદ્દો છે, જેની પર હાલ સૌને વિચારતા કરવા મજબુર કરી શકાય.આ સમગ્ર વાતમાં કેવળ યુવાનોનું ભવિષ્ય, દલિત અને બાબાસહેબના હિતને જ કેન્દ્રમાં રાખ્યું છે.
 રોહિતની વાત કે વિચારધારા સાથે સહમત હોઈએ કે ના હોઈએ, પણ આ હોનહાર યુવાનથી આપણે સૌ દુઃખી જરૂર છીએ.   ભારતમાં રોહિત વેમુલા એ  પ્રથમ દલિત યુવાન નથી જેણે આત્મહત્યા કરી હોય.? પહેલા પણ ઘણાં યુવાને આત્મહત્યા કરી છે અથવા કોઈ દલિત યુવાનની હત્યા થઇ છે.  ગુજરાત અને ભારતના અન્ય પ્રાંતોમાં અનેક  દલિત અત્યાચારની ઘટના બને છે.ગુજરાતમાં વર્ષોથી દલિત પર અત્યાચાર થતા રહે છે. સાવરકુંડલા નજીકના એક ગામમાં  આપણી એક દીકરી  પર બળાત્કાર થયો.  ભયના ઓથાર નીચે જીવતા આ દીકરીના પરિવારે પોતાની પીડા વ્યક્ત કરવા અમરેલી આવી આત્મવિલોપનનો કરવાનો નિર્ણય  કર્યો.  ખેડા જિલ્લાના માતર તાલુકાના માલાવાડા ગામમાં પાણીના મુદ્દે દલિતો  પર અત્યાચાર થયો.  વણજર (તા. ભિલોડા, જિ. અરવલ્લી) ગામમાં દલિત સ્મશાનમાં તોડફોડ થઇ.  ભાવનગરના તળાજા નજીક શોભાવડ ગામે દલિત સરપંચની બે દીકરીઓ સાથે  એજ પરિવારની બીજી પણ  એક દીકરી પર ચાર નરાધમોએ બળત્કાર કરી મારી નાખવાની ધમકી આપી.  સુરેન્દ્રનગર જિલ્લાના ટીંબા ગામમાં એકમાત્ર ભણેલ। સુરેશ નામના   યુવાને ગામના અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો  ગામ લોકો એ ભર બપોરે રહેંસી નાખ્યો. આ બધા જ ગામની પીડાત્મક ઘટનાને    અમે અમારા  'સંવેદના સામયિક' ઉજાગર  કરી છે. આજે પણ ગુજરાતના  85 ગામમાં દલિતો  પોલીસ પહેરા હેઠળ  જીવી રહ્યાં  છે. આ બધી જ ઘટનાઓ ગુજરાતમાં હાલમાં જ બનેલી  છે, આવી તો અનેક ઘટના છે. આવા અત્યાચારો વખતે ચુપ રહેવા કે  અવાજ નહી ઉઠાવવા પાછળ આ કહેવાતા દલિત હિતેચ્છુઓ માટે  કયું કારણ હોઈ શકે? 
અન્યાય કે અત્યાચારનો ભોગ બનેલી વ્યક્તિ કે પરિવાર ક્યાંય કોઈ સંસ્થા સાથે જોડાયેલી નથી હોતી તો  આવા કેસોમાં કહેવાતા દલિત હિતેચ્છુઓનું મૌન રહેવા પાછળ કયું કારણ હોઈ શકે? ઘણા દલિત અત્યાચારના કેસમાં અમુક લોકો પીડિતો પાસે એટ્રોસીટી  એક્ટ હેઠળ કેસ કરાવવા શૂરા બને છે અને પછી જયારે  પેલો પરિવાર મુશ્કેલીમાં મુકાય ત્યારે કેમ કોઈ એ પરિવારની પડખે ઉભા રહેતા નથી ? કેસ કરાવવા શૂરા પણ પછી.....??? આમાં સમાજે શું સમજવાનું?  અમુક જ  ઘટનાઓમાં  વિરોધ દર્શાવતા આ   શુરવીરો ને આ બધી દલિત અત્યાચારની ઘટનામાં કેમ શુરાતન નથી ચડતું? ઘર આંગણે બનતી ઘટનાઓમાં અકળ  મૌન કેમ?
 ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમયે બધા કહેવાતા દલિત શુરવીરો ચુપ હતા ત્યારે આજ 'દિવ્ય ભાસ્કર' ની સોશિયલ નેટવર્ક કોલમમાં અનામતની તરફેણમાં  દલિત સમાજ આજે પણ કેવી ભયાનક જાતિવાદનો ભોગ ગામડા અને શહેરમાં બને છે- એનો વાસ્તવિક ચિતાર  તથા આંકડાકીય વિગતો સાથે ઉપરાઉપરી ત્રણ  લેખ આવ્યા. ત્યારે આપણો જ એક ભાઈ બાકીના  સમાજ અને રાજકીય એમ બધી બાજુથી વિરોધ વ્હોરીને પણ એકલપંડે અવાજ ઉઠાવતો હતો ત્યારે તેને સાથ આપવા કે અભિન્દન આપવા કે સહાનુભૂતિના બે શબ્દ કહેવા કોઈ કહેવાતા દલિત હિતેચ્છુ કેમ આગળ   આવ્યા નહોતા ? અમે કેટલાક દલિત મિત્રોએ અનામતની તરફેણ અને સમર્થન માટે જાગૃતિ મીટીંગો યોજી ત્યારે  તો મોટાભાગના લોકોએ સમાજ સંગઠિત થાય એ  માટે સમજણ સુધ્ધા દાખવી નહોતી.  સમાજની આવી મુશ્કેલ ઘડીમાં દલિત હિત માટે થઈને પણ સાથે જોડાવાની સમાજ ભાવના ક્યાં ગઈ  હતી? અનામતની સાચી વાત લોકો સુધી પહોંચે તે માટે 'અનામત અંગેનું સત્ય-અસત્ય'  પુસ્તક પ્રકાશિત કર્યું ત્યારે કેટલી દલિત હિતેચ્છુ વ્યક્તિઓ અને  સંસ્થાઓએ રસ દાખવ્યો? 
સમાજમાં  સારું  કરવામાં, સમજણ દાખવવામાં કે જાગૃતિ માટે સંગઠિત થવાનું  શુરાતન કેમ નથીચડતું  ? સારું કરનારને કોઈ સહકાર નહી આપવાનો અને તેની વાતને રાજકીય રૂપમાં ખપાવી દેવું... 
કોઈક આપણો ભાઈ જરાક કૈક જુદી રજૂઆત કરવા જાય તો તે શું કહેવા માંગે છે કે તેણે આવી વાત કેમ કરી તે બાબતે પણ વિચારવાનું નહી? બધા પોતપોતાની રીતે સમાજ કાર્ય કરતા હોય છે,  કોઈ સ્વાર્થ થી તો કોઈ નિસ્વાર્થ ભાવથી પણ, સમાજમાં કામ કરનારા બીજા કોઈની  સમાજ હિતની સાચી લાગણીમાંથી પણ વિરોધ માટેના મુદ્દાઓ શોધવા કેટલા યોગ્ય ?
બસ, આપણાથી થોડુંક જુદું બોલે તો આપણા જ ભાઈને પૂરો કરવા શૂરવીરતા દાખવવી, શક્ય એટલી શંકાઓ કરવી, સારા કાર્યને શંકાથી જોઈ સ્વાર્થમાં ખપાવવું અથવા કોઈના મોહરાં તરીકે જ જોવું અને  પોતાના જ ભાઈને પાડી દેવો અને પોતે જ સાચા એ ઠસાવવા એકદમ વિરોધી વાતાવરણ ઉભું કરવું કે દરેક વાતને  રાજકીય ચશ્માથી જોવી   એ તો આપણી કેવી માનસિકતા?  કોઈનાય  જીવનકાર્યને જોયા વિના - જાણ્યા  વિના અને મૂલવ્યા વિના કોઈ પણ નાના અમથા મુદ્દે કટ્ટરતા દાખવવી એ તો આપણી કેવી કરુણ-રુગ્ણ માનસિકતા? 
 આપણી વાત સાથે સહમત ના હોય તો આપણા પોતાના જ ભાઈને ખતમ કરી નાખો એવી વિચારધારા આપણા પ્રેરણા પુરુષ ડો. બાબાસાહેબની તો નહોતી  જ...
સૌ દલિતભાઈઓને જય ભીમ...   
 - કિશોર મકવાણા
 

કિશોરભાઈ, આપનો દિવ્યભાસ્કરમાં છપાયેલ ૩૧-૦૧-૨૦૧૬ નો લેખ વાંચ્યો. તમારા આ લેખના વિવિધ પ્રતિસાદોથી એટલું તો કહિ શકાય કે તમે સામા વહેણમાં તરવાની હિંમત દાખવી છે. લેખનું મથાળું ઘણું કહિ જાય છે

કિશોરભાઈ, આપનો દિવ્યભાસ્કરમાં છપાયેલ ૩૧-૦૧-૨૦૧૬ નો લેખ વાંચ્યો. તમારા આ લેખના વિવિધ પ્રતિસાદોથી એટલું તો કહિ શકાય કે તમે સામા વહેણમાં તરવાની હિંમત દાખવી છે. લેખનું મથાળું ઘણું કહિ જાય છે. આંબેડકરને બૌદ્ધ ધર્મની સઁસ્થાઓ અને રાજકારણ માટે થઇને વિવિધ સંગઠનો દ્વારા હાઇજેક કરવામાં આવ્યા છે તેને તમે ક્યાંક હાઇલાઇટ કર્યું છે. અને સ્વાભાવિક રીતે આંબેડકરના નામે ઘર ભરતા આવા લોકોને તેનો વિરોધ છે. આવા લોકો જેમાં હું જાણું ત્યાં સુધી બામસેફ, નયા પડકાર વગેરે લોકોએ આંબેડકર અમારા અમારા કરીને એમને ફક્ત દલિતોના નેતા બનાવી દીધા છે. જ્યારે આંબેડકરે બંધારણ દ્વારા લોકશાહી ભારતના ઘડતરમાં આપેલ યોગદાનને કોઈ મહત્વ નથી મળી રહ્યું. આઝાદી માટે જેટલુ ગાંધીજીનું યોગદાન છે, દેશને અખંડ બનાવવામાં જેટલું સરદાર પટેલનું યોગદાન છે એમ દેશના ભાવી ઘડતરની બુનિયાદ રોપવામાં આંબેડકરનું યોગદાન મહત્વનું છે. પરંતુ આજે ગાંધીજી કે સરદાર પટેલની જેમ આંબેડકરની ઓળખ રાષ્ટ્રીય નેતાની નથી રહિ. કેમ કે આંબેડકરના નામને વટાવી ખાવાની સ્વહીતની આપણા જ લોકોની વિવિધ પ્રવૃત્તિઓના લીધે તેઓ ફકત દલિતોના માણસ બનીને રહી ગયા છે. જેથી આપણા જ દલિત સમાજને નુકસાન થઈ રહ્યું છે અને દલિત સમાજની ભારત વિરોધી, હિંદુ વિરોધી, પ્રગતિમાં અડચણરૂપ વગેરે જેવી છાપ પડી રહી છે. સમાજને આવી અધોગતિપૂર્ણ વિચારધારામાં જતું અટકાવવું હવે જરૂરી બનતું જાય છે. નહિતર જેમ મુસ્લિમ લોકો કટ્ટરવાદના કારણે પાછળ રહી ગયા તેમ આપણે લોકો પણ રહી જઈશું. લોકોને સમજાવવું પડશે કે Ambedkar is known for his progressive ideology and his work in that manner. He was not radical in any manner. So don't be radical but be progressive. તમારો લેખ આ દિશામાં એક પહેલ કરેલ જણાય છે. અને તમને ગાળો પણ મળી છે. પરંતુ આ રીતે સમાજને સાચો આઈનો દેખાડી સમાજને સાચી દિશા બતાવવાનું કામ આપ જેવા બુદ્ધિજીવીઓ જ કરી શકે. અને આગળ પણ કરે તેવી વિનંતિ. આભાર સહ, ભરત ડાભી www.VankarSamaj.com

T-shirts of Dr. Ambedkar

T-shirts of Dr. Ambedkar

Books of Dr. Ambedkar

Books of Dr. Ambedkar

Books on Life of Dr. Ambedkar

Books on Life of Dr. Ambedkar