Friday, October 21, 2016

ફલાણાભાઈ V/S ભગવાન

 ફલાણાભાઈ V/S ભગવાન

એકવાર એક ફલાણાભાઈ પરમાર/સોલંકી/વાધેલા/(બીજી કોઈપણ એસ.સી., એસ.ટીની અટક લઈ લો) સરકારી વિભાગમાં એન્જિનીયર બની ગયા.
નોકરી અનામતના લાભના પ્રતાપે મળી. અને પ્રસાદ ચઢાવી મંદિરમાં દશઁન પણ કરી આવ્યા.
થોડા સમય વિત્યા બાદ રોસ્ટરમાં અનામતથી બઢતી પણ મેળવી લીધી..
બહુ જ ખુશ થયા.. હવે તો ધરમાં સત્યનારાયણની કથા કરી... હોમ હવન કરાવ્યો.. માતાનું જાગરણ કરાવી 101 બ્રાહ્મણોને ભોજન પણ કરાવ્યું.. ગણેશ ચતુથીઁમાં ગણપતિની સ્થાપના થવા લાગી..

સમય બદલાયો...
નોકરીમાં રોસ્ટર પ્રથા રદ્ જાહેર કરવામાં આવી.... અને જે કમઁચારીઓને આનો લાભ આપી નોકરીમાં બઢતી આપી પ્રમોશન મળ્યા તેઓને ડિમોશન કરાયા..

હવે ફલાણાભાઈ બહુ જ દુ:ખી થઈ ગયા... સીધા જ ભગવાનની શરણે પહોંચ્યા....આરાધના કરી. ભગવાન પણ તરત પ્રગટ થયા....
ભગવાન : બોલો.... શું તકલિફ છે....?
ફલાણાભાઈ: હે... પ્રભુ... મારુ ડિમોશન થઈ ગયું.
ભગવાન: આમાં હું શું કરી શકું....?
ફલાણાભાઈ: ભગવાન... મારુ પ્રમોશન ફરી મળે... એવી મારી ઈચ્છા છે...

ભગવાન:તને.. શું હું... એચ.આર. મિનીસ્ટર લાગું છું...
કે તારૂ પ્રમોશન કરાવી દઉં...

 ફલાણાભાઈ: પ્રભુ.. બધુ જ આપની મરજીથી થાય છે.. આપની મરજી વિના કશું નથી થતું..

ભગવાન: જો.. બધું હું જ કરી શકતો હોત તો... બંધારણની જરુર જ શી હતી..?
ભીમરાવ આંબેડકરે બંધારણની રચના કરી અમારો સવઁનાશ કરી દીધો...
33 કરોડ દેવી દેવતાઓની નસબંધી કરી નાખી.

ફલાણાભાઈ: પ્રભુ.... આપ આ શું બોલો છો..?

ભગવાન: જો... અમારુ ચાલત તો તમારા જેવા શુદ્રોને ભણવા જ ન દેત..
એટલાં માટે જ તમારા પુવઁજોને હજારો વરસો સુધી શિક્ષણ, સંપતિ અને સ્વતંત્રતાથી દૂર રાખ્યા હતા..

પણ ભીમરાવે અંગ્રેજોની મદદથી અમારા સામ્રાજ્યના કિલ્લાઓ ધ્વસ્ત કરી અમારુ સત્યાનાશ વાળી દીધુ..

ફલાણાભાઈ: પણ... પ્રભુ... મેં તો નોકરી મળી ત્યાંથી લઈ પ્રમોશન મળ્યું ત્યાં સુધી તમામ જગાએ માનતાઓ રાખી અને પુરી કરી ત્યારે તો તમે કંઈ ન હોતા બોલ્યા...

ભગવાન: અરે.... જ્યારે અમે શિક્ષણ મેળવવાનો અધિકાર જ આપ્યો ન હતો...તો નોકરી અને પ્રમોશન ક્યાંથી આપી શકવાના..?

 પણ... તમે મુરખો.. છો...

નોકરી અને પ્રમોશન તમને બંધારણનાં પ્રતાપે મળ્યા..
પણ તોય અહીં માનતાઓ પુરી કરવા આવી જાઓ છો...

શું... અમે તમને આમંત્રણપત્રિકા આપવા આવીએ.. છીએ..

તમે બધા પગથી પેદા થયા છો.. અને તમારુ કામ જ વેઠ કરવાનું છે..

ફલાણાભાઈ: આજથી હું
 દાન આપીશ તો સમાજને...
પુજા કરીશ તો બંધારણની,
પાઠ કરીશ તો બાબાસાહેબનાં.....

મિત્રો....
જાણવા મળ્યું છે કે....
પેલા ફલાણાભાઈ ત્યારથી સુધરી ગયા.... બોલો....

બાબાસાહેબ ની જય.....
ભારત ના બંધારણ ની જય...96249 87050

No comments:

Post a Comment

T-shirts of Dr. Ambedkar

T-shirts of Dr. Ambedkar

Books of Dr. Ambedkar

Books of Dr. Ambedkar

Books on Life of Dr. Ambedkar

Books on Life of Dr. Ambedkar