Thursday, January 7, 2016

૨૨ પ્રતિજ્ઞાઓ [૧૩]

૨૨ પ્રતિજ્ઞાઓ [૧૩] :

૧. હું બ્રહ્મા - વિષ્ણુ-મહેશને ઈશ્વર માનીશ નહીં તેમજ તેમની પૂજા કરીશ નહીં.

૨. હું રામ અને કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં તેમજ તેમની પૂજા કરીશ નહીં.

૩. હું ગૌરી- ગણપતિ ઈત્યાદિ કોઈ પણ હિન્દુ ધર્મના દેવ - દેવીઓ ને માનીશ નહીં તેમજ તેમની પૂજા કરીશ નહીં.

૪. હું એવી વાત કદાપી માનીશ નહીં કે ઈશ્વરે અવતાર લીધો છે.

૫. હું એવું ક્યારેય માનીશ નહીં કે ભગવાન બુદ્ધ વિષ્ણુનો અવતાર છે. હું તેને પાગલ પ્રચાર સમજીશ.

૬. હું શ્રાધ્ધ તથા પીંડદાન કદાપિ કરીશ નહીં.

૭. હું બૌધ્ધ ધર્મ વિરૂદ્ધનું કોઈ આચરણ કરીશ નહીં.

૮. હું કોઈ પણ ધાર્મિક ક્રિયાકર્મ બ્રાહ્મણના હાથે કરાવીશ નહીં.

૯. હું બધા મનુષ્યો સમાન છે, તે સિધ્ધાંતને જ માનીશ.

૧૦. હું સમાનતાની સ્થાપના માટે પ્રયત્ન કરીશ.

૧૧. હું ભગવાન બુદ્ધનાં આર્ય અષ્ટાંગ માર્ગનું સંપૂર્ણપણે પાલન કરીશ.

૧૨. હું ભગવાન બુદ્ધનાં બતાવેલ દશ પારમિતાનું પાલન કરીશ.

૧૩. હું પ્રાણી માત્ર પર કરૂણા રાખીશ અને તેમનું લાલન પાલન કરીશ.

૧૪. હું ચોરી કરીશ નહીં.

૧૫. હું અસત્ય (જુઠું) બોલીશ નહીં.

૧૬. હું મિથ્યાચાર કરીશ નહીં.

૧૭. હું શરાબ વગેરે કેફી (માદક) પદાર્થોનો નશો કરીશ નહીં.

૧૮. હું મારા જીવનને બૌદ્ધ ધર્મના ત્રણ તત્વો પ્રજ્ઞા-શીલ કરૂણાના સિધ્ધાંત અનુસાર મારા જીવનને ઢાળવા પ્રયત્ન કરીશ.

૧૯. હું મનુષ્ય માત્રના ઉત્કર્ષ માટે હાનીકારક અને મનુષ્ય માત્રના માટે અસમાન કે ઉંચનીચ,માનવાવાળા મારા જુના હિન્દુ ધર્મનો સંપુર્ણ રીતે ત્યાગ કરુ છું અને હું બૌધ્ધ ધર્મનો સ્વીકાર કરૂ છું.

૨૦. મારો સંપૂર્ણ અટલ વિશ્વાસ છે કે બૌધ્ધ ધર્મ એ જ સદધર્મ છે.

૨૧. હું માનું છું કે, મારો આજથી પુર્નજન્મ થઇ રહ્યો છે.

૨૨. હું પવિત્ર પ્રતિજ્ઞા લઉ છું કે,આજથી બૌધ્ધ ધર્મનાં સિધ્ધાંત અનુસાર આચરણ કરીશ.

No comments:

Post a Comment

T-shirts of Dr. Ambedkar

T-shirts of Dr. Ambedkar

Books of Dr. Ambedkar

Books of Dr. Ambedkar

Books on Life of Dr. Ambedkar

Books on Life of Dr. Ambedkar