આજે હું જે લખી રહ્યો છું એ મારા સમાજ ને એ ભણેલા ગણેલા શિક્ષિત લોકો માટે છે, જેઓં બાબાસાહેબ ના અથાગ પરિશ્રમ અને મેહનત ના કારણે મળેલી અનામત અને શિષ્યવૃત્તિ નો સહારો લઈને ભણી ગણીને આગળ વધે છે, સારા હોદ્દા પર નોકરી મેળવે છે અને પછી પોતાના આ જ સમાજ ને, સમાજ ના લોકો ને અવગણવા લાગે છે.. જેઓં બાબાસાહેબ એ કરેલા કાર્યો ના ઋણ ના ને ભૂલી જાય છે..
ઘણી વખત મેં લોકો ને એવું બોલતા સાંભળ્યા છે કે, આજ સુધી સમાજ એ અમને આપ્યું છે શું, સમાજ એ અમારા માટે કર્યું છે શું? ઘણી વખત આ જ લોકો કહે છે કે હજી તો આ અમારી કોઈ ઉમર છે સમાજ માટે કઈ કામ કરવાની!!!
આજ વાત નો વિચાર આવતા મને બાબાસાહેબ ને સંબંધિત એક પ્રસંગ યાદ આવે છે.. જયારે બાબાસાહેબ વિદેશ અભ્યાસ પછી દેશ પરત આવે છે, ત્યારે તેમની પાસે નાણા નો અભાવ હતો.. અને એવા સમય માં તેઓં પોતાના બાળકો અને પરિવાર નું યોગ્ય ભારણ-પોષણ ના કરી શક્યા અને તેમને તેમના બાળકો ગુમાવવા પડ્યા.. ત્યારે એક વખત તેમના પત્ની રમાબાઈ એ તેમને કહ્યું કે, તમે વિદેશ માં જઈને એટલો ઉચ્ચ અભ્યાસ કરીને આવ્યા છો; તમને તો કોઈ પણ સારી સરકારી નોકરી મળી જશે, અને જેનાથી અપને અપના બાળકો ને સાચવી સકીસુ, તેમનું ભારણ-પોષણ કરી શકીશું.. ત્યારે બાબાસાહેબ એ તેમના પત્ની ને જવાબ આપ્યો હતો કે, જો હું નોકરી મેળવી લીસ તો બંધન માં બંધાઈ જઈસ અને હું એ કાર્ય નહિ કરી સકું જે હું મારા સમાજ અને મારા સમાજ ના લોકો ને વિકાસ માટે કરવા માંગું છું.. મારા આ સમાજ ના લાખો બાળકો રોજ કુપોષણ અને ગરીબી ના કારણે મૃત્યુ પામે છે.. અને હું મારા એક બાળક ના લીધે મારા આ સમાજરૂપી પરિવાર ના લાખો બાળકો નું બલિદાન ના આપી શકું.. અને એ પછી બાબાસાહેબ એ જીવનપર્યંત પોતાના પછાત સમાજ ના વિકાસ માટે કાર્યો કરયા.. બાબાસાહેબ એ પોતાના સમાજ ના વિકાસ અને ઉત્થાન માટે પોતાની સમગ્ર જીંદગી, પોતાના બાળકો અને પોતાના પરિવાર નું બલિદાન આપી દીધું હતું..

શું તમને નથી લાગતું કે જો બાબાસાહેબ એ ઈચ્છ્યું હોત તો તેમને સારામાં સારી નોકરી મેળવી ને આરામ થી પોતાની જીંદગી જીવી શક્યા હોત? પણ એમને પોતાના સમાજ ને પ્રાધાન્ય આપ્યું અને પોતાના સમાજ માટે પોતાનું જીવન વાપરી નાખ્યું..
પોતાના એક ભાષણ માં બાબાસાહેબ એ કહ્યું હતું કે, "હું જે સમાજ માં જન્મ્યો છું, એ સમાજ ની ગરીબી, બેકારી, લાચારી અને પછાતપણા ને દૂર નહિ કરી સકું; તો હું મારી જાત ને ગોળી મારી ને ખતમ કરી દઈસ.." અને બાબાસાહેબ એ જે કીધું હતું એ કરીને બતાવ્યું.. એમને વિશ્વ ના સૌથી મોટા લોકશાહી દેશ નું બંધારણ લખ્યું, અને એમાં પણ પોતાના આર્થિક અને સામાજિક રીતે પછાત સમાજ ના લોકો માટે વિશેષ હકો અને અધિકારો અપાવ્યુ.. પોતાના સમાજ ને અને સમાજ ના લોકો ને એક મહત્વ નું સ્થાન અપાવ્યું..
બાબાસાહેબ એ કહ્યું હતું કે,મને મારા સમાજ ના જ ભણેલા ગણેલા લોકો એ દગો આપ્યો છે.. અભણ લોકો એ તો મને મારા કર્યો માં સાથ આપ્યો છે, અને એમના સહયોગ ના કારણે જ આજે આ સમાજ શિક્ષા મેળવી શક્યો છે..
૧૮ માર્ચ, ૧૯૫૪ ના રોજ આગ્રરા માં આપેલ ભાષણ માં બાબા એ કહ્યું હતું કે, "પોતાના ગરીબ અને અજ્ઞાની ભાઈઓ ની સેવા કરવી એ પ્રત્યેક શિક્ષિત નું પ્રથમ કર્તવ્ય છે.. મોટા પદ ની નોકરી મેળવી ને આ શિક્ષિત ભાઈઓ પોતાના અશિક્ષિત ભાઈઓ ને ભૂલી જાય છે.. જો તેઓંએ પોતાના આ અસંખ્ય ભાઈઓ તરફ ઉચિત ધ્યાન ના આપ્યું તો આ સમાજ નું પતન નિશ્ચિત છે.."
તો ભાઈઓ હું આપને પૂછવા માંગું છું કે, શું ખાલી શિષ્યવૃત્તિ મેળવવા માટે કે સરકારી નોકરી માટે અનામત નો લાભ લેવા માટે જ આ સમાજ નો ઉપયોગ કરીશું? શું આપના સમાજ ના વિકાસ માટે અને સમાજ માં એકતા અને જાગૃતિ લાવવા માટે આપણે આપનો ફાળો ના આપી શકીએ? શું આપને પણ આપના સમાજ ના ભણેલા ગણેલા ગદ્દારો માં આવીએ છીએ? શું આપની કોઈ ફરજ કે કર્તવ્ય નથી આપણા સમાજ અને સમાજ ના લોકો માટે? જે કાર્ય ને બાબાસાહેબ એકલા આટલે સુધી આગળ લાવ્યા છે, તે અધૂરા કામ ને પૂરું કરવામાં અને તેને આગળ લઇ જવામાં આપણે આપનું યોગદાન ના આપી શકીએ?
ચાલો આપને સૌ સાથે મળીને આપના સમાજ ના, આપના દેશ ના વિકાસ માં આપનું યોગદાન આપીએ.. બાબાસાહેબ ના અધૂરા કર્યો ને પૂરું કરવામાં પોતાનું યોગદાન આપી એક જાતિવિહીન દેશ ના નિર્માણ માં આપનું યોગદાન આપીએ.. આપણા પર રહેલા બાબાસાહેબ નું ઋણ ચૂકવીએ અને સૌ સાથે મળી આગળ વધીએ.

No comments:
Post a Comment