Friday, January 6, 2017

એક સંતની સભામાં અચાનક એક છોકરી ઉભી થઈ

💐જરુર વાંચજો💐
………………………

એક સંતની સભામાં અચાનક એક છોકરી ઉભી થઈ…
એના ચહેરા પર થોડો આક્રોશ દેખાતો હતો……
એ કંઈક કેહવા માંગતી હતી.
||
સંતે એ છોકરીને પુછ્યું: 'બોલ દીકરી શું વાત છે?
છોકરીએ કહ્યું:- મહારાજ, આ સમાજમાં છોકરાઓને દરેક પ્રકારની આઝાદી હોય છે, એ કઇ પણ કરે, ગમે ત્યાં  જાય, એમને કાંઈ વધારે ટોકા-ટોકી નથી હોતી.
||
અને આનાથી વિપરીત છોકરીઓને વાત વાતમાં ટોકવામાં આવે છે,
આ નહીં કરવાનું, પેલું ના કરાય
એકલા ક્યાંય ન જવાય, ઘરે જલ્દી આવવું જવું...વગેરે વગેરે..
||
સંતે હળવું સ્મિત રેલાવતા જવાબ આપ્યો.
||
"બેટા તે કોઈ દિવસ લોખંડની દુકાનની બહાર પડેલા લોખંડની ભારે ભારે ગર્ડરો જોઈ છે?
||
આ ગર્ડરો શિયાળો , ઉનાળો, ચોમાસું , અને રાત હોય કે દિવસ એમ જ પડી રહેલા હોય છે,
તેમ છતાં પણ એમનું કાંઈ નુકસાન નથી થતું, અને એમની કીંમતમા પણ કાંઈ ફરક નથી પડતો.
||
બસ છોકરાઓ માટે આ પ્રકારની વિચાર ધારણા છે આ સમાજ માં.
||
હવે જો એક સોનીની દુકાનમાં,
એક મોટી તીજોરી પછી એમા નાની તજોરી,
અને એમા નાનકડી ડબ્બીમાં રેશમના કપડા ઉપર નજાકતથી મુકેલી હીરાની અંગુઠી,
||
કારણકે સોનીને ખબર છે કે જો આ હીરા પર થોડીક પણ ખરોચ આવી તો આની કોઈ કીંમત નહી રહે…
||
આ સમાજમા બેટીઓ ની એહમીયત આવી છે.
આખા ઘરને રોશન કરતી, ઝીલમીલાતી હીરાની અંગુઠી જેવી…
જરાક અમથી ખરોચથી એની અને એના પરીવાર જોડે કાંઈ પણ નથી રહેતું.
||
બસ આટલું જ અંતર છે છોકરીઓ અને છોકરાઓમાં!
||
આખી સભા સ્તબ્ધ થઈ ગઈ,
એ છોકરીની સાથે આખી સભાની આંખોમાં છુપાયેલી નમીમાં હીરા અને લોખંડની એહમીયત સાફ દેખાતી હતી.
|||||||||||||||||||||||||||||||
"જો પસંદ આવ્યું હોય તો… તમારી દીકરી, બહેન અને આખી ફેમીલી જોડે સેર કરજો"...... J J

No comments:

Post a Comment

T-shirts of Dr. Ambedkar

T-shirts of Dr. Ambedkar

Books of Dr. Ambedkar

Books of Dr. Ambedkar

Books on Life of Dr. Ambedkar

Books on Life of Dr. Ambedkar